ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ :105 કલાકમાં 75 કિ.મી. હાઇ-વે બનાવી નોંધાવ્યો

ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ માત્ર 105 કલાકમાં 75 કિલોમીટર લાંબો રસ્તો બનાવીને એક ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

NHAI માત્ર 105 કલાકમાં 75 કિમી માર્ગ બનાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુકમાં નામ નોંધાયું. ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ :105 કલાકમાં 75 કિ.મી. હાઇ-વે બનાવી નોંધાવ્યો.

ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

  • National Highway Authority of India (NHAI) દ્વારા આ હાઇ-વે 75 કિ.મી. લાંબો છે જેને અમરાવતી-અકોલા વચ્ચે બનાવાયો છે.
  • આ હાઇ-વે બનાવવામાં 105 કલાક જેટલો સમય લાગ્યો છે જેમાં 2,070 મેટ્રિક ટન ડામર, 36,634 મેટ્રિક ટન કોંક્રિટ અને કુલ 720 કર્મચારીઓનો ઉપયોગ થયો હતો.
  • આ હાઇ-વેને 105 કલાક અને 33 મિનિટમાં પૂર્ણ કરવા બદલ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેની નોંધ લઇ સર્ટિફિકેટ અપાયું છે.
  • આ હાઇ-વે નેશનલ હાઇ-વે 53 પર છે જે નાગપુર, સુરત, કોલકત્તા અને રાયપુર જેવા શહેરોને જોડે છે.
  • અગાઉ ફેબ્રુઆરી, 2019માં દોહા ખાતે ભારત દ્વારા જ 10 દિવસમાં 25.27 કિ.મી. લાંબા રોડનું નિર્માણ કરીને ગિનિઝ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.

દેશ માટે ગૌરવની ક્ષણઃ નિતિન ગડકરી

તેમજ નિતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. NHAIની અમારી અસાધારણ ટીમ, કંસલ્ટટેન્સ અને કંસેશનેયર, રાજપથ ઈન્ફાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમના NH-53 સેક્શન પર અમરાવતી અને અકોલાના વચ્ચે સિંગલ લેનમાં 75 કિ.મી બિટુમિનિસ કંક્રીટ રોડ બિછાવવાનો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ હાસિલ કરવા બદલ અભિનંદન આપતા ખુશી વ્યકત કરુ છું. જેમાં ખાસ કરીને અમારા ઈન્જિનિયરો અને શ્રમિકોને ધન્યવાદ આપુ છું જેમણે અસાધારણ ઉપલ્બધિ મેળવવા માટે દિવસ-રાત મહેનત કરી છે.

અગાઉ કતારના નામે રેકોર્ડ હતોટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ આ પહેલા આ રેકોર્ડ કતારના નામે હતો. 27 ફેબ્રુઆરી 2019ના રોજ કતારની પબ્લિક વર્ક્સ ઓથોરિટી દ્વારા સૌથી ઝડપી 22 કિમી રોડ બનાવવામાં આવ્યો હતો.

ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
WhatsApp GroupGet Details
Telegram Channel: Get Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts): Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details

Read Also-Trending Web stories 2022 | Top Trending News Web Stories

Stay Connected For Daily Updates About Education And Study Materials For all Compititive Exam Like Gpsc, Bin Sachivalay Cleark , Forest Department Exam,And All Other Compititive Exam. Stay On Ojas-Gujarat.in

1 thought on “ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ :105 કલાકમાં 75 કિ.મી. હાઇ-વે બનાવી નોંધાવ્યો”

Leave a Comment