ધોરણ 10 પછી શું : After 10th Courses | રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ પણ ધો.10 પૂરું કર્યા પછી બાળકો ને ભવિષ્યમા શું કરવાનું છે તે નક્કી કરવાનો નિર્ણય ઘણો અઘરો હોય છે. સાયન્સ,કોમર્સ ,આર્ટસ, ડિપ્લોમા કે ITI જુઓ સંપૂર્ણ માહિતી.
તો ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્યાનમાં લઇને જે પણ વિકલ્પ પસંદ કરો, તેમાં આપ જો Top પર રહેશો તો – એટલે કે પ્રથમ પાટલીના (First Bench) ના વિદ્યાર્થી રહેશો તો તમારા માટે સમગ્ર આકાશ ખુલ્લું છે.
Read Also-ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
ધોરણ 10 પછી શું ?
- ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્ય રસ્તાઓની વાત કરીએ તો.
- ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યાસ.
- ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.
- આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ.
- ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ.
- ફાઇન આર્ટ ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ.
- કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ.
- કેટલાક પ્રોફેશનલ્સ કોર્સમાં અભ્યાાસ.
- આગળ અભ્યાસ છોડી દઇને ધંધામા અથવા નોકરીમા જોડાઇ જવું.
પહેલી પસંદગી ધોરણ 11-12
ધોરણ 10 પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ મા એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસ માટે મુખ્ય બે પ્રવાહો છે :
- સામાન્ય પ્રવાહ
- વિજ્ઞાન પ્રવાહ.
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્ય વિકલ્પો છે તે પર નજર કરીએ તો
ધોરણ ૧૧-૧૨ – Higher Secondary મા એડમિશન મેળવવું. અહીં પણ વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ એવા વિકલ્પો છે.
ધોરણ ૧૦ પછીના વ્યવસાયલક્ષી ડિપ્લો્મા અભ્યાસક્રમો (ડિપ્લોમા ઇન એકાઉન્ટન્સી, ડિપ્લોનમા ઇન બૅન્કિ્ગ, ડિપ્લો મા ઇન હોમસાયન્સ વગેરે) મા એડમિશન મેળવવું.
ધોરણ 10 પછી શું ટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમોમા (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, કેમિકલ, પ્લાસ્ટિક, પ્રિન્ટિગ, ફેબ્રિકેશન, હોમસાયન્સ, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્ટાઇલ મેન્યુસફેક્ચરિંગ/ટેકનોલોજી વગેરે જેવા ક્ષેત્રોમા) પ્રવેશ મેળવવો. આ ડિપ્લોમા અભ્યાસક્રમો સરકારી પૉલિટેકનિકો/સ્વાનિર્ભર સંસ્થાાઓ ખાતે લઇ શકે છે.
સામાન્ય પ્રવાહ કે સાયન્સ
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આગળ ધોરણ ૧૧ ને ધોરણ ૧૨ નો અભ્યાસ પહેલી પસંદગીમાં રાખીએ તો એડમિશન શેમાં લેવું ? કોમર્સમાં કે સાયન્સમાં ?
સવાલ મહેનત કરવાનો છે: ધોરણ ૧૦ પછી અભ્યાસ બદલાય છે. આટર્સ, કોમર્સ અને સાયન્સમાં નવા વિષયો આવે છે. તમે જે વિષય પસંદ કરો તે વિષયમાં મહેનત તો કરવાની જ છે. (ધોરણ 10 પછી શું) આપણે એવું માનીએ છીએ કે
- સાયન્સમાં બહુ જ મહેનત કરવી પડે,
- કોમર્સમાં થોડી મહેનતથી ચાલે અને
- આટર્સના વિષયો રાખીએ તો ખાસ કંઇ મહેનત કરવાની જરૂર નથી. આ માન્યતાઓ ખોટી છે.
વધુ મહેનતનો યુગ: કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આ યુગ છે. દરરોજ ૧૨ કલાક જેટલી મહેનત તો કરવી જ જોઇએ. તમે પણ વધુ મહેનતની ટેવ પાડી શકો. ધોરણ ૧૧ ના પહેલા ચાર-પાંચ મહિના તમને આ માટે મળે છે. તમે રોજ વધુ ને વધુ કલાક ભણવાની ટેવ પડી ગઈ પછી તમે સાયન્સના વિષયો રાખો કે કોમર્સના, ૮૦% થી વધારે માકર્સના સ્ટુડન્ટ તરીકે તમારી ગણના થવાની જ છે.
ધોરણ ૧૨ આર્ટસ (std 12th arts)
આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા અનેક અભ્યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્ત્ર, સાયકોલોજી, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિસ્ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્યાસ કરી શકાય છે. કમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. ધોરણ 10 પછી શું, બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્ટુડન્ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્યાસક્રમ શરૂ થયેલ છે.
ધોરણ ૧૨ કોમર્સ (std 12th commerce)
૧૨ આર્ટસ અને ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્યા કરતાં બમણી સંખ્યા ધોરણ ૧૨ કોમર્સના સ્ટુડન્ટની હોય છે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ MBA અને M.Sc. (TT) M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.
ધોરણ ૧૨ સાયન્સ (std 12th science)
દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્યા હોય તો ઘણાને ૧૧ સાયન્સમાં એડમિશન લેવાની ઇચ્છા થાય છે. દસમાં ધોરણમાં 50 ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્યા દર વર્ષે ઘટતી જાજાય છે

સાયન્સ રાખવું સારું?
- ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ ધોરણે મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ, ફાર્મસીની ડિગ્રી કૉલેજો વધતી જાય છે.
- સાયન્સ કૉલેજોમાં બાયૉટેકનોલોજી, માઇક્રોબાયોલૉજી જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો સાથે બી.એસ.સી. કરવાની તકો વધતી જાય છે. ઇન્ટીગ્રેટેડ (સળંગ) કોર્સ MSc (BT) (TT) ફિઝિક્સ વગેરે શરૂ થયાં છે.
- એરફોર્સ અને નેવીમાં ઓફિસર બનવાની તક મળે છે.
- ધોરણ ૧૨ પછીના મોટા ભાગના અભ્યાસક્રમોમાં સાયન્સના સ્ટુડન્ટને એડમિશન મળી શકે છે.
- કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં નજીકનાં રાજ્યોમાં ગુજરાતના સ્ટુડન્ટને વગર ડૉનેશને સારા કોર્સમાં એડમિશન મળવાની તકો વધતી જાય છે.
- ધોરણ ૧૨ સાયન્સ પછી PMT, AIEEE સહિતની ઘણી બધી પ્રવેશ પરીક્ષાઓ આપીને મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, IT વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો. એટલે કે કોઇ કારણસર ધોરણ ૧૨ સાયન્સમાં ઓછા માકર્સ લાવો તો પણ પ્રવશ પરીક્ષાઓ દ્વારા મનગમતા / પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ પણ તમારી પાસે છે .
- ખાનગી ઉમેદવાર તરીકે પણ ઘરે રહીને પણ આગળ અભ્યાસ કરી શકો.
સામાન્ય પ્રવાહમાં અભ્યાયસ
- આર્ટસના વિષયો રાખીને અથવા
- કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે.
ડિપ્લોમાં એડમિશન લેવુ ?
ધોરણ 10 પછી શું
- કમ્પ્યુટર સાયન્સ
- ઇન્ફર્મેશન ટેકનોલોજી
- કમ્પ્યુટર ટેકનોલોજી
- ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન
ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન જેવા ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવવા મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં રાજયો (ઓછા ટકાથી) તમને આમંત્રણ આપે છે. આપણે ત્યાં આ પ્રકારના ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સ ૧૨ સાયન્સ પછી થાય છે.
હવે જો કે ગુજરાતમાં (ધોરણ 10 પછી શું)આ પ્રકારના ફેરફાર આવેલ છે અને ઉપરોક્ત કોર્સ (બ્રાન્ચ) મળે છે પણ એડમિશનમાં ઊંચી ટકાવારી થાય છે.
ડિપ્લોમાં પછી ડિગ્રી (after diploma degree)
ધોરણ 10 પછી શું મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સ કરેલ હોય, તો તમને ડિગ્રી એન્જિનિયરિંગ માં એડમિશન મળી શકે છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરનારને મેરિટ પ્રમાણે જે તે એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળશે. એટલે કે ડિપ્લોમાના આધાર પર ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ધોરણ ૧૨ સાયન્સ કરવું જરૂરી નથી
ધોરણ ૧૨ Commerce / Arts પછી શું થઇ શકે ?
અગાઉ કહ્યું તેમ ધોરણ ૧૦ પછી આપણે જે પણ વિષયો પસંદ કરીએ, આપણે જે -તે વિષયો / વિદ્યાશાખા પસંદ કર્યા પછી આગળ કયા કયા વિકલ્પો છે, તે ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવાના છે. (ધોરણ 10 પછી શું)
આપણે જાણીએ છીએ કે ધોરણ ૧૦ પછી મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ધોરણ ૧૧ માં સામાન્ય પ્રવાહ માં પ્રવેશ લે છે. ધોરણ ૧૧-૧૨ માં સામાન્ય પ્રવાહ અંતર્ગત Arts અને Commerce ના વિષયો હોય છે. આ ઉપરાંત ધોરણ ૧૧-૧૨ માં વ્યવસાય લક્ષી પ્રવાહના વિકલ્પો પણ છે.
ધોરણ ૧૨ માં કોમર્સ કે આટર્સ ના વિષયો રાખો તો ત્યાર પછી તમે આ વિદ્યાશાખાઓમાં આગળ અભ્યાસ કરી શકો.
- PTC
- B.B.A.
- ફેશન ડિઝાઇન
- હોટેલ મૅનેજમેન્ટ
- Fine Arts
- L.L.B.
- B. A.
- BA BEd
- B. Com.
- M. Com.
GSEB Official Website | http://gseb.org/ |
Career Guidence Booklet 2022 Download | Click Here |
Ojas-Gujarat Homepage | Click Here |
Which Streams to select after 10th? ધોરણ 10 પછી શું
After completion of Class 10th, students are advised to choose the right stream as per their interest level. This is a very crucial phase of any student’s life as their upcoming career is dependent on this decision. There are various combinations of subjects that students can take up after 10th. Go throughthis section for further details on the various courses after 10th.
Connect with us
WhatsApp Group | : Get Details |
Telegram Channel | : Get Details |
Android Application | : Download |
Join Group (Email Alerts) | : Get Details |
Facebook Page | : Get Details |
Instagram Page | : Get Details |

I love the way you talked about TV drama. Very nice thought, I can see your points clearly, and I certainly agree with you
I am a C.A admin. Where are from is ca collage
Thank for the information, please visit
VisitUs