Astronomical Events 2023: ૨૦૨૩ની ૨૮,માર્ચે અનંત આકાશમાં એક સાથે પાંચ ગ્રહોનો સુંદર નજારો જોવા મળશે. બુધ, શુક્ર,મંગળ, ગુરુ, યુરેનસ એમ પાંચ ગ્રહો સૂર્યાસ્ત બાદ પશ્ચિમના ગગનમાં ઉદય પામશે.એક સાથે પાંચ ગ્રહો ઉદય પામે તેવું અનુપમ દ્રશ્ય ભાગ્યે જ સર્જાતું હોય છે.વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ડો.જે.જે. રાવલે ગુજરાત સમાચારને ખાસ માહિતી આપતાં જણાવ્યું હતું કે આમ તો હાલ થોડા દિવસોથી દરરોજ સાંજે પશ્ચિમના આકાશમાં ઝળહળતો ચંદ્ર અને મોટા હીરા જેવો રૂપકડો શુક્ર સ્પષ્ટપણે જોઇ શકાય છે.
Astronomical Events 2023 : આજે પાંચ ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે
ચંદ્ર-શુક્ર બંને સ્પષ્ટપણે થઇ શકે. ધીમે ધીમે એકબીજાની નજીક આવે ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાય છે. ચંદ્ર – શુક્રની આવી યુતિને મૂન-વિનસનું કન્ઝક્શન કહેવાય છે. ૨૩,માર્ચે તો આકાશમાં ઉપર ચંદ્ર અને તેની નીચે શુક્ર એમ ઘણા નજીકના અંતરે આવી ગયા હતા.
આ પાંચેય ગ્રહો ખરેખર તો સૂર્યની એક તરફ એટલે કે સૂર્યની ઇક્વિટોરિયલ પ્લેટમાં ૯૦ ડિગ્રીએ પોતાની ભ્રમણકક્ષામાં ફરતા હોય.જોકે બુધ પૃથ્વીથી સાત(૭) કરોડ કિલોમીટરા અતિ દૂરના અંતરે હોવાથી નરી આંખે ન જોઇ શકાય. આ જ રીતે | યુરેનસ પણ પૃથ્વીથી ૨.૬ અબજ કિલોમીટરના અતિ દૂરના અંતરે હોવાથી નરી આંખે ન જોઇ શકાય.
આ પાંચેય ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં ફરતા ફરતા પૃથ્વી નજીક આવી રહ્યા છે. ખરેખર તો આ પાંચેય ગ્રહો વચ્ચે લાખો-કરોડો કિલોમીટરનું અંતર હોય. વળી,આ પાંચેય ગ્રહો દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશને કારણે ન જોઇ શકાય પણ સૂર્યાસ્ત બાદ રાતના હવે ૨૮,માર્ચે ચંદ્ર અને શુક્ર સાથે અંધકારમાં પ્રકૃતિના આ સુંદર ઉત્સવનો મંગળ, બુધ,ગુરુ, યુરેનસ, પણ સૂર્યાસ્ત બાદ આનંદ માણી શકાય છે.
સૂર્યાસ્ત બાદ ચંદ્ર સહિત બુધ, શુક્ર મંગળ,ગુરુ, યુરેનસ ઉદય પામશે
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |