Digital Gujarat Scholarship 2023 : પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજી પત્રકો online ભરવા અંગેની સુચનાઓ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ની યાદી આપવામાં આવેલ છે. જેથી ફોર્મ ભરતી વખતે કોઈ મુશ્કેલી નાં થાય.
વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજી પત્રકો online ભરવા અંગેની સુચનાઓ
- પ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal વેબસાઇટ પર Citizen તરીકે નવું રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- નવુ રજીસ્ટ્રેશન આધાર નંબર, E-mail ID, મોબાઇલનું તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે.
- જે કાયમી આ પોર્ટલ માટે સાચવી રાખવાના રહેશે રજીસ્ટ્રેશન વખતે E-mail ID અને મોબાઇલ નંબર ફરજીયાત છે. રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ નંબરા આધારનંબર કે Email Idને પોતાના યુઝરનેમ તરીકે તથા જે પાસવર્ડ બનાવેલ હોય તેનો ઉપયોગ કરી પુનઃ Login કરી પોતાની પ્રોફાઇલ (My Profile) Update કરવાની રહેશે.
- જે વિદ્યાર્થીએ અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઇલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે અગાઉના વર્ષમાં સદરહું પોર્ટલ મારફત શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઇન એપ્લાય કરેલ હોય કે ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહી.
- તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભુલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forget Password” પર ક્લીક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. - નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઇલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. “Forget Password” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ખોવાઇ ગયેલ હોય કે કોઇ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જિલ્લાની OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પોફાઇલમાં મોબાઇલ નંબર બદલાવી શકે છે. - ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગીન થયા બાદ વિકસતી જાતિના વિદ્યાર્થીઓએ “scholarship” Option પર ક્લીક કરીને જ ઓનલાઇન એપ્લાય કરવાની કામગીરી કરવાની રહેશે. અન્ય કોઇ જગ્યાએથી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનામાં એપ્લાય કરી શકશે નહિ જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
- Scholarship” Option પર ક્લિક કર્યા બાદ Financial Year ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ કે ૨૦૨૦-૨૧ સીલેક્ટ કર્યેથી જો વર્ષ: ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ કે ૨૦૨૦-૨૧ કે ૨૦૨૧-૨૨ માં કોઇ શિષ્યવૃત્તિની અરજી ઓનલાઇન કરેલ હશે તો તે અરજી જોઇ શકાશે અને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઓનલાઇન અરજી કરવા માટે Financial Year ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ ૨૦૨૨-૨૩ જ સીલેક્ટ કરવાનુ રહેશે.
- PM YASASVI Post Matric Scholarship for OBC, EBC & DNT યોજનામાં લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ તેનું ફોર્મ ચાલુ વર્ષે “Request a New Service” બટન પર ક્લીક કરી “Select Financial year” ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ ૨૦૨૨-૨૩ પસંદ કરીને ફ્રેશ એપ્લાય કરી શકશે.
- તેમજ અન્ય પોસ્ટ મેટ્રીક યોજનાઓ માટે પોતાની તમામ વિગતો જેવી કે Registration Detail, Bank Detail, Academic Detail, Disability Detail વિગેરે ચેક કરી જરૂરી બિડાણો અપલોડ કરી અરજી ઓનલાઇન સેન્ડ કરવાની રહેશે.
- જે વિકસતી જાતિના વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી “Login” ઓપ્શન પર ક્લીક કરી “Citizen Login/Registration” ઓપ્શનમાં જઇ પોતાના 14- Passwordથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ “scholarship Option પર ક્લીક કરી “Request a New Service” બટન પર ક્લીક કરવાનું રહેશે.
- ત્યારબાદ “Select Financial Year″ ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ ૨૦૨૨-૨૩ સીલેક્ટ કરી “(Director Developing Caste Welfare)” હેડિંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેના પર ક્લીક કરી એપ્લાય કરવાનુ રહેશે.
- યોજના પંસદ કર્યા બાદ “Continue to Service” પર ક્લીક કર્યા બાદ વિદ્યાર્થીએ માગ્યા મુજબની તમામ વિગતો જેવી કે Registration Detail, Bank Detail, Academic Detail, Disability Detail વિગેરે ચીવટ પૂર્વક ભરવાની રહેશે અને Attachmentમાં લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ Upload કરવાના રહેશે.
- તમામ વિગતોની ચકાસણી કરી અને ડોક્યુમેન્ટ Upload થઇ ગયા બાદ વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને પુરેપુરુ અરજીપત્રક ભરાઇ ગયા બાદ પોતાના મોબાઇલ પર OTP મેળવી ઓનલાઇન અરજી “Final Submit” કરવાની રહેશે જેથી અરજી વિદ્યાર્થીના સબંધિત શાળા/કોલેજ/સંસ્થાના લોગીનમાં ઓનલાઇન સબમીટ થઇ જશે.
- ઓનલાઇન અરજી થઇ ગયા બાદ ફેશ તથા રીન્યુઅલ વિદ્યાર્થીએ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા અરજી સાથે બિડાણ કરી શાળા કોલેજ યુનિવર્સિટી સંસ્થાને ફરજિયાત જમા કરવાના રહેશે.
- નોંધ: જાતિ અને આવક અંગેનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ હોય તે જ અપલોડ કરવાનું રહેશે.
વિદ્યાર્થીઓ માટે અન્ય સૂચનાઓ
- તમામ વિદ્યાર્થીઓએ આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટ સાથેનું લીકીંગ (સીડીંગ) કરવું જરૂરી છે.
- આથી જો કોઇ વિદ્યાર્થીએ તેના આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ સાથેનું લીકીંગ (સીડીંગ) બાકી હોય તો તાત્કાલિક પોતાની બેન્કને વિગતો પુરી પાડી લીકીંગ (સીડીંગ) કરાવી દેવા વિનંતી કરવામાં આવે છે.
- હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ હોસ્ટેલર અંગેનું સર્ટીફીકેટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરીને હોસ્ટેલના સબંધિત સત્તાધિકારીશ્રીના સહી/સિક્ક કરાવીને સ્કેન કરીને અપલોડ કરવાનુ રહેશે.
- જે એપ્લાય કરતી વખતે લોગીન થયા બાદ, યોજનામાં એપ્લાય કરતી વખતે “Instruction” પેજ પરથી
ડાઉનલોડ કરી શકાશે. - ગુજરાતના મૂળ વતની હોય તેવા વિકસતી જાતિના વિદ્યાર્થીઓ ગુજરાત રાજય બહાર Out Stateમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અભ્યાસ કરતાં હોય તો તેઓએ પણ Digital Gujarat Portalપર Online જ અરજી કરવાની રહેશે અને કરેલ અરજીફોર્મ સાથે અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટની નકલ તથા સંસ્થાની માન્યતા, તેના અભ્યાસક્રમની માન્યતા અને સંસ્થાની ફી મંજૂરીના આદેશની નકલ સંસ્થાના ફોરવર્ડીગ સાથે મૂળ વતનના જિલ્લાની કચેરીએ જમા કરાવવાની રહેશે .
- જે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ યોજનાનું ફોર્મ ભરતી વખતે “Registration Detail + Current Address State” માં ગુજરાત રાજ્ય સિવાયનું રાજ્ય પંસદ કરશે તે વિદ્યાર્થી રાજ્ય બહાર અભ્યાસ કરે છે તેવુ ગણવામાં આવશે.
- વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરેલ હશે અને તેને ફાઇનલ સબમીટ કરવામાં નહિ આવેલ હોય કે એપ્લીકેશનની પ્રીન્ટ પોતાની સંસ્થામાં તમામ ડોક્યુમેન્ટ સહીત જમા કરાવેલ નહી હોય તો તેવા વિદ્યાર્થીની અરજી ધ્યાને લેવામાં નહિ આવે.
- વિદ્યાર્થીએ પોતાનું બેંકનું ખાતુ ચાલુ રહે તે માટે બેંકના નિયમ મુજબ KYC (KNOW YOUR CUSTMER)ફોર્મ ભરેલ છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે.
- તેમજ વિદ્યાર્થી દ્વારા જો ફોર્મ ભરતી વખતે ખોટો બેંક એકાઉન્ટ નંબર ભરવામાં આવશે અને શિષ્યવૃત્તિ અન્ય ખાતામાં જમા થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
- ઘણા વિદ્યાર્થીઓએ પોતાનુ બેંક ખાતુ લાંબા સમયથી ઓપરેટ કરેલ ન હોય (એટલે કે બેંક ખાતામાં પૈસા ઉપાડવાનો કે જમા કરવાનો કોઇ વ્યવહાર કરેલ ન હોય) તેઓના ખાતા ડોરમેન્ટ કે સ્થગિત થઇ ગયેલ હોય છે.
- આવા ખાતામાં શિષ્યવૃત્તિ જમા થઇ શકતી નથી જેથી તમામ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિનુ ફોર્મ ભરતી વખતે પોતાનુ ખાતુ ડોરમેન્ટ કે સ્થગિત થઇ ગયેલ નથી તેની ખાતરી બેંકમાં ખાસ કરી લેવાની રહેશે જેથી ઓનલાઇન શિષ્યવૃત્તિ જમા કરતી વખતે મુશ્કેલી ઉભી ન થાય.
- વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમની વિગત ખૂબ જ સાવધાની પૂર્વક પસંદ કરવાની રહેશે. જો વિદ્યાર્થી દ્વારા કોઇ ખોટી સંસ્થા અથવા ખોટો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવશે તો તેની અરજી કોઇ અન્ય શાળા / કોલેજ । યુનિવર્સિટીને Online Send થઇ જશે. જો આવી કોઇ પરીસ્થિતિ ઉભી થશે તો તે અંગેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
- વિદ્યાર્થી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જો તેના પોતાના અભ્યાસક્રમની વિગત મેનુમા ન મળે તો તે અંગેની જાણ તેની સંસ્થાને કરવાની રહેશે અને ત્યારબાદ જો સંસ્થા તે અભ્યાસક્રમ પોતાના લોગીનમાં જઇ અપડેટ કરશે તો વિદ્યાર્થી તે અભ્યાસક્રમ સીલેક્ટ કરી શક્શે.
- વિદ્યાર્થી દ્વારા કોઇપણ પ્રકારની માહિતી ખોટી ભરવામાં પસંદ કરવામાં આવશે અથવા કોઇ માહિતી છુપાવવામાં આવશે તો તેને કોઇપણ રીતે ફરીથી સ્કોલરશીપનુ ફોર્મ ભરવા દેવામાં આવશે નહી.
- જો વિદ્યાર્થી ખોટી રીતે માહિતી છુપાવી શિષ્યવૃત્તિ મેળવવાનો પ્રયાસ કરશે તો તેને શિષ્યવૃત્તિ માટે બ્લેકલીસ્ટ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને વિનંતી છે કે ફરીથી ડુપ્લીકેટ એપ્લીકેશન ભરવાનો પ્રયત્ન ન કરે.
- વિદ્યાર્થીએ ઓનલાઇન એપ્લીકેશન ભરવાની છેલ્લી તારીખ સુધીની રાહ ન જોવી સંસ્થાના માર્ગદર્શન હેઠળ બને તેટલુ જલદી ફોર્મ ભરી દેવા વિનંતી છે. વિદ્યાર્થીએ સત્ર પૂરૂ થવાની અંદાજિત તારીખ સંસ્થા પાસેથી મેળવી લેવાની રહેશે. (વિદ્યાર્થીઓએ
- વાર્ષિક તારીખ ભરવાની રહેશે. સેમેસ્ટર પધ્ધતિ મુજબ તારીખ ભરવાની નથી.)
- વિદ્યાર્થીએ ધોરણ:૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ અપલોડ કરવાની રહેશે તથા સંસ્થાને જમા કરવાની રહેશે. (વિદ્યાર્થીઓએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ SCAN કરી અપલોડ કરવા)
- ધોરણ:૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે મતલબનુ સોગંધનામુ કરી અપલોડ કરવાનુ રહેશે અને અરજી સાથે સંસ્થાને રજુ કરવાનુ રહેશે.
- વિદ્યાર્થી અરજી ઓનલાઇન ફાઇનલ સબમીટ કરશે ત્યારબાદ કોઇ સુધારા વધારા કરી શકશે નહિ.
- જેથી ઓનલાઇન અરજીમાં વિદ્યાર્થીઓએ જો કોઇ સુધારો વધારો કરવાની જરૂરીયાત ઉભી થાય તો સંસ્થાએ આવી અરજી પરત કરી વિદ્યાર્થી પાસે જરૂરી સુધારા વધારા કરાવવાના રહેશે તેમજ અરજી પરત કર્યા અંગે વિદ્યાર્થીને જરૂરી સૂચના આપવાની રહેશે.
- ગ્રામ્યકક્ષાએ વિદ્યાર્થી E-gram સેન્ટર પરથી પોતાનુ ફોર્મ ઓનલાઇન ભરાવી શકશે
- શિષ્યવૃત્તિની તમામ કામગીરી ઓનલાઇન થતી હોય કોઇપણ વિદ્યાર્થીને ઓફલાઇન શિષ્યવૃત્તિ ચુકવવામાં આવશે નહિ જેની તમામ વિદ્યાર્થીઓ/આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
- વિદ્યાર્થીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે કોઇ જરૂર જણાય તો હેલ્પ ડેસ્ક નં:18002335500 પર સંપર્ક કરવાનો રહેશે.
વિદ્યાર્થીએ ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા નીચે મુજબની વિગતો ધ્યાને રાખવી તથા નીચે મુજબના તમામ ઓરીઝીનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા)
આ પણ વાંચો :-
- વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ માહિતી, જરૂરી ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી | Vahali Dikri Yojana in Gujarati 2023
- લગ્ન પર સહાય|લગ્ન કરવા પર 2.5 લાખની આર્થિક સહાય.
- MYSY Scholarship 2022-23 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
- સાયકલ સહાય યોજના 2022 જાહેરાત|લેબર સાયકલ સબસિડી સ્કીમ 2022
- Kuvarbai Nu Mameru Yojana 2023
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
- Gharghanti Sahay Yojana | ઘરઘંટી સહાય યોજના 2023 : Flour Mill Sahay Yojana Gujarat
ધ્યાને રાખવાની વિગતો:
વિદ્યાર્થીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનુ છે કે તેનુ પોતાનુ ઇ-મેઇલ એડ્રેસ હોવું જરૂરી છે જો તે ન હોય તો તેને તાત્કાલિક ઇ-મેઇલ આઇ.ડી બનાવવાનું રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના મોબાઇલ નંબર પર OTP (ONE TIME PASSWORD) આવશે. તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ તથા સુચનાઓ આવશે જેથી પોતાનો મોબાઇલ શિષ્યવૃત્તિ ન મળે ત્યા સુધી કાર્યરત હાલતમાં રહે તે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવુ.
Digital Gujarat Scholarship 2023 ડોક્યુમેન્ટ:
- વિદ્યાર્થીનો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિના દાખલો
સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો વાલીનો આવકનો દાખલો (જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય છૂટાછેડાનો
આદેશઆધાર રજૂ કર્યેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે.) - વિદ્યાર્થીએ ધોરણ:૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ
બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે જો પાસબુક ન હોય તો cancel ચેક જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે (જે બેંકો મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક/ચેક) - ધોરણ:૧૦ બાદ અભ્યાસક્રમમાં તુ(બેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનો
અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે મતલબ સોગંધનામુ - જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાનાં રહેશે)
- જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
વિદ્યાર્થીનીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર આધારકાર્ડ - જરૂર પડ્યે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા આનુષાંગિક પુરાવા
- નોંધ: ૧. વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે, વિદ્યાર્થીઓએ ઓરીજીનલ ડોક્યુમેન્ટ SCAN કરી અપલોડ કરવા (જો કોઇ ડોક્યુમેન્ટ ઓરીજીનલ ઉપલબ્ધ ન થઇ શકે તેમ હોય તો જ નકલ અપલોડ કરવાની છુટ આપવામાં આવશે.)
૨. ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તેની સ્વપ્રમાણિત નકલ સહિત
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
6 thoughts on “Digital Gujarat Scholarship 2023:પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજી પત્રકો online ભરવા અંગેની સુચનાઓ”