હાલમાં મોટા ભાગના યુવાનો ખેતી કરવા નથી માંગતા કારણ કે અત્યારના યુવાનો એવું માને છે કે ખેતી કરવાથી નુકશાન થાય છે, તેથી હાલના યુવાનો નાની મોટી નોકરીઓ કે ધંધો કરીને તેમના જીવનમાં આગળ વધતા હોય છે પણ આજે અંકલેશ્વરના આ નાના ગામના યુવાને સાબિત કરી બતાવ્યું હતું કે જો સાચા દીલથી મહેનત કરવામાં આવે તો જરૂરથી સફળતા મળે છે. જાણો inspirational Story
અંકલેશ્વરના બે ભાઈઓએ નોકરી છોડીને ચાલુ કર્યું ખેતી કરવાનું
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના યશવંત ભાઈ વર્ષોથી ખેતી કરતા હતા, તેમના બે દીકરાઓ છે. કિરણ અને રિલેશ બંને એન્જીનીયર છે અને તેઓ સારા પગારની નોકરી પણ કરતા હતા, આ બંને ભાઈઓને પહેલાથી જ ખેતીમાં રસ હતો એટલે તેમને પોતાની નોકરી છોડીને ખેતી કરવાનું નક્કી કર્યું અને બંને ભાઈઓએ એકસાથે નોકરી છોડી દીધી.
આ પણ વાંચો :- બ્રહ્માંડ કેટલું મોટું છે? આંખો ખુલ્લી રહી જશે વિડીયો જોઈને
ત્યારબાદ બંને ભાઈઓએ પિતા સાથે મળીને ખેતી કરવાની શરૂ કરી હતી, તે સમયે ઘણા લોકો આ ભાઈઓને કહી રહ્યા હતા કે તે નોકરી છોડીને મોટી ભૂલ કરી રહ્યા છે, તો પણ આ બે ભાઈઓએ લોકોનું ના વિચાર્યું અને પિતાની સાથે ખેતીમાં જોડાઈ ગયા હતા, આ બંને ભાઈઓએ પહેલા જર્બેરાના ફૂલોની ખેતી કરવાનું શરૂ કર્યું તેની માટે તેઓએ ગ્રીન હાઉસ બનાવ્યું હતું.
તેમાંથી સારી રીતે કમાણી કરીને આ બંને ભાઈઓએ નક્કી કર્યું કે તે હવે હોલેન્ડના ઠંડા પ્રદેશમાં થતા જીપ્સોફિલા ફૂલનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને આજે તે ફૂલોની ખેતીમાંથી મોટી સફળતા મેળવીને બંને ભાઈઓ આજે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, આજે આ ફૂલોની માંગ દેશ વિદેશમાં પણ ખુબ જ વધી રહી છે. આ બે ભાઈઓ આજે આજે હજારો યુવકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.