પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના-PM SYM| ₹ 55 ના હપ્તામાં દર મહિને મળશે ₹ 3000 પેન્શન

Spread the love

Pradhan Mantri Shram Dhan Yojana

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM – SYM) : ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પીએમ શ્રમ યોગી માનધન યોજના વૃદ્ધાવસ્થા દરમિયાન દર મહિને ઓછામાં ઓછું રૂ. 3,000 નું પેન્શન આપતી યોજના છે. લાભાર્થી દર મહિને 55₹ થી ₹200 ભરી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના થકી વૃદ્ધાવસ્થામાં સામાન્ય માણસ પણ પેન્શન મેળવી આત્મનિર્ભર બની શકે છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં શું લાભ મળશે? આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા છે? કોણ આ યોજનાનો લાભ લઈ શકશે? જરૂરી ડોક્યુમેન્ટ શું છે? આ બધી જ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આર્ટીકલ ની છેલ્લી સુધી વાંચો.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શું છે ?

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, અસંગઠિત કામદારોના વૃદ્ધાવસ્થા રક્ષણ અને સામાજિક સુરક્ષા માટે બનેલી યોજના છે. શ્રમિકો અને વૃદ્ધાવસ્થા દરમિયાન આર્થિક રીતે કોઈપર આધાર રાખવો ન પડે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લઈ શકે તેવા 42 કરોડ શ્રમિકો ભારત દેશમાં છે. જે આ યોજના થકી પોતાની વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરી શકે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાના લાભ

આ યોજના હેઠળ લાભાર્થીને નીચે આપેલ લાભ મળવા પાત્ર છે

  • આ યોજનાના લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 નું પેન્શન મળશે.
  • જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેના જીવનસાથી (પતિ કે પત્ની)ને 50% પેન્શન મળશે.
  • આ યોજના દરમિયાન કોઈ વ્યકિત હપ્તા ન ભરી શકે અથવા મૃત્યુ પામે તેવા કિસ્સામાં તેનો જીવનસાથી આ યોજનાના હપ્તા ભરી લાભ મેળવી શકે છે.

પેન્શન યોજના છોડવા પરના લાભો

જો લાભાર્થી આ યોજના શરૂ કર્યાના 10 વર્ષ થી ઓછા સમયમાં આ યોજના છોડશે તો, ત્યાર સુધીની લાભાર્થીની કુલ રકમ અને તેના પર બેંકના બચત ખાતા જેટલું વ્યાજ પરત મળશે. જો લાભાર્થી આ યોજના શરૂ કર્યાના 10 વર્ષ થી વધુ અને તેની ઉંમરના 60 વર્ષ પહેલાં આ યોજના છોડશે તો, અત્યાર સુધીની લાભાર્થીની કુલ રકમ અને પેન્શન ફંડ દ્વારા કમાયેલ અથવા તેના પર બેંકના બચત ખાતાના વ્યાજ દર પરનું વ્યાજ, જે વધારે હોય તે મળશે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ની પાત્રતા

આ યોજનાનો લાભ લેવા માંગતા વ્યકિત નીચેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

  • લાભાર્થી અસંગઠિત કામદાર (Unorganized Worker) હોવો જોઈએ, જેવા કે ઘર આધારિત કામદારો, ફેરિયા, મધ્યાહન ભોજન કામદારો, હેડ લોડર, ઈંટભઠ્ઠાના કામદારો, મોચી, કચરો વીણવાવાળા, ઘરેલું કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વગરના મજૂરો, કૃષિ કામદારો, બાંધકામ કામદારો, બીડી કામદારો, હેન્ડલૂમ કામદારો, ચામડાના કામદારો, ઓડિયો-વિઝ્યુઅલ કામદારો અથવા સમાન અન્ય વ્યવસાયોમાં કામદારો.
  • લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
  • માસિક આવક રૂ. 15000 અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
  • સંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા (EPFO/NPS/ESIC ના સભ્ય) ન હોવા જોઈએ. Income Tax ભરતા હોવા ન હોવા જોઈએ.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના નો માસિક હપ્તો તમે જે ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તે પ્રમાણે તમારે માસિક નીચે આપેલ છે તેટલો હપ્તો ભરવો પડશે.

Read Also-[New BPL List] આખા ગામની BPL લિસ્ટ, તમારું નામ ચેક કરો ઓનલાઇન

તમે જે ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તે પ્રમાણે તમારે માસિક નીચે આપેલ છે તેટલો હપ્તો ભરવો પડશે.

પ્રવેશની ઉંમર (વર્ષ)
(A)
સભ્યનું માસિક યોગદાન (રૂ.)
(C)
કેન્દ્ર સરકારનું માસિક યોગદાન (Rs)
(D)
કુલ માસિક યોગદાન (રૂ.)
(કુલ = C + D)
1855.0055.00110.00
1958.0058.00116.00
2061.0061.00122.00
2164.0064.00128.00
2268.0068.00136.00
2372.0072.00144.00
2476.0076.00152.00
2580.0080.00160.00
2685.0085.00170.00
2790.0090.00180.00
2895.0095.00190.00
29100.00100.00200.00
30105.00105.00210.00
31110.00110.00220.00
32120.00120.00240.00
33130.00130.00260.00
34140.00140.00280.00
35150.00150.00300.00
36160.00160.00320.00
37170.00170.00340.00
38180.00180.00360.00
39190.00190.00380.00
40200.00200.00400.00

પ્રધાનમંત્રી માનધન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ લાભાર્થીએ આ યોજનાનું ફોર્મ ભરવા માટે નીચેના ડોક્યુમેન્ટ આપવાના રહેશે: લાભાર્થીનું આધારકાર્ડ લાભાર્થીના બેંક ખાતાની પાસબુક / જન ધન ખાતાની પાસબુક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?

આ યોજનાનું ફોર્મ બે રીતે ભરી શકાય છે : 1. Self Enrollment, 2. CSC VLE

  • જાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સૌપ્રથમ,
  • PM માનધન યોજનાની વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો.
  • ત્યારબાદ Self Enrollment વિકલ્પ પસંદ કરો અને તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • આગળના પેજ પર તમારું નામ, ઈમેઈલ લખી Generate OTP બટન પર ક્લિક કરો.
  • OTP દાખલ કરો અને આગળના ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી ભરો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના

CSC સેન્ટર પર ફોર્મ ભરવાની પ્રક્રિયા આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુક લઈ આપના નજીકના CSC સેન્ટરની મુલાકાત લો. ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા CSC સેન્ટર પર થઈ જશે.

PM શ્રમ યોગી માનધન યોજનાનું ફોર્મ કઈ રીતે ભરાશે?

ફોર્મ ભરવા માટે નજીકના CSC સેન્ટરની મુલાકાત લો અથવા તમારું ફોર્મ જાતે પણ ભરી શકો છો.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ કેટલું પેન્શન મળશે?

આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹૩૦૦૦ પેન્શન મળશે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના માટે Helpline નંબર શું છે?

Helpline: 1800 267 6888, 14434


Spread the love

2 thoughts on “પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના-PM SYM| ₹ 55 ના હપ્તામાં દર મહિને મળશે ₹ 3000 પેન્શન”

Leave a Comment