RTE ગુજરાત પ્રવેશ 2023-24: RTE ગુજરાત પ્રવેશ 2023-24 ફોર્મ કેવી રીતે ભરવું? અને મહત્વની સૂચનાઓ

Spread the love

RTE ગુજરાત પ્રવેશ 2023-24 : શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Table of Contents

RTE ગુજરાત પ્રવેશ 2023-24 ફોર્મ કેવી રીતે ભરવું

  • સૌ પ્રથમ RTe ઓફિસિઅલ વેબસાઈટ પર જવું
RTE ગુજરાત પ્રવેશ 2023-24: RTE ગુજરાત પ્રવેશ 2023-24 ફોર્મ કેવી રીતે ભરવું? અને મહત્વની સૂચનાઓ
  • RTE-1 RTE-2 RTE-3 RTE-4 આ ચાર લિંક માંથી કોઈ પણ લિંક માં ક્લિક કરવાથી ફોર્મ ખુલશે.
  • ત્યાર બાદ નવી એપ્લીકેસન પર ક્લિક કરવું
RTE ગુજરાત પ્રવેશ 2023-24: RTE ગુજરાત પ્રવેશ 2023-24 ફોર્મ કેવી રીતે ભરવું? અને મહત્વની સૂચનાઓ
  • પછી ફોર્મ A ખુલશે જેમાં તમામ માહિતી ભરવી
RTE ગુજરાત પ્રવેશ 2023-24: RTE ગુજરાત પ્રવેશ 2023-24 ફોર્મ કેવી રીતે ભરવું? અને મહત્વની સૂચનાઓ
  • આમ આપેલ તમામ સ્ટેપ પુરા કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવી
  • ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

RTE ગુજરાત પ્રવેશ 2023-24: ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

ક્રમદસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવો– આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૦ પછીનો જ માન્ય ગણાશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જેતે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
19વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
21સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

આ પણ વાંચો :-


RTE ગુજરાત પ્રવેશ 2023-24: વાલી મિત્રો માટે ખાસ સુચના

  • આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
  • રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા
  • કરાર –
  • ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ
  • સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.
  • (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).
  • પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
    (સેલ્ફ ડીકલેરેશનનો નમૂનો વેબસાઈટનાં હોમપેજ પરથી મેળવી લેવો)
  • પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.
    ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  • ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.
RTE ગુજરાત પ્રવેશ 2023-24: RTE ગુજરાત પ્રવેશ 2023-24 ફોર્મ કેવી રીતે ભરવું? અને મહત્વની સૂચનાઓ

આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો


(આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.

 

પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. 

નોંધ:- શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.


સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શુ કરવું?

 ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. 

RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવાપાત્ર છે કે કેમ?

 નીચે મુજબના સંજોગોમાં RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે.પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી  નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ. સદર વાલી ઈચ્છે તો પોતાનાં બાળકને જે તે શાળામાં સામાન્‍ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાંં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.

જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?

બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજ પૈકીના કોઈ એક આધાર માન્ય ગણાશે.
– આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
  જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
  (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
 

રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈશે ?

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાન માત્ર એક જ દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોઈશે?

ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે.

શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં શુ કરશો?

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.

RTE પ્રવેશનાં પ્રથમ રાઉ‍ન્‍ડનાં અંતે અને બીજા રાઉન્‍ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે?

હા, RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉ‍ન્‍ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્‍ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉ‍ન્‍ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્‍ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્‍મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્‍ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉ‍ન્‍ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્‍ડ બાદ અને બીજા રાઉન્‍ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.

RTE હેઠળ કઈ કઈ કેટેગરીને અગ્રતાક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે?

શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.અનાથ બાળક
સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
બાલગૃહનાં બાળકો
બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકની મર્યાદા શું છે?

ઉપરોક્ત દર્શાવેલ ૮,૯,૧૧,૧૨ અને ૧૩ નંબરની કેટેગરીમાં આવતા બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાંક: સશપ/૧૦૨૦૧૧/૪૩૭/અ-૧, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ અને આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: છતલ/૧૫૨૦૧૧/૯૮/ગ, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ આવક મર્યાદા લાગુ પડશે. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બનાં બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.

 



Spread the love

Leave a Comment