શ્રમિક અન્નપુર્ણા યોજના તથા સન્માન પોર્ટલ નો શુભારંભ |પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિકોને ભોજન મળશે

શ્રમિક અન્નપુર્ણા યોજના : માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અને સન્માન પોર્ટલનો શુભારંભ કરાયો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરનાં 22 કડિયા નાકા પર શ્રમિકો અને એમનાં પરિવારોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. સન્માન પોર્ટલ દ્વારા પણ આ યોજનાનો લાભ મેળવી શકાશે.

શ્રમિક અન્નપુર્ણા યોજના તથા સન્માન પોર્ટલ નો શુભારંભ

આજથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદ અને ગાંધીનગરના કુલ 22 કડિયા નાકા પર શ્રમિકો તેમજ તેમના પરિવારને માત્ર ₹5 માં પૌષ્ટિક ભોજન મળશે. આજથી શરૂ કરાયેલ સન્માન પોર્ટલ દ્વારા શ્રમિકોને તમામ યોજનાઓનો લાભ ઘરે બેઠાં મળી રહેશે.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી તા.૦૮ઓકટોબરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૨૨ ભોજન કેન્દ્રોનું તથા શ્રમયોગીઓને યોજનાકીય લાભોના ઓનલાઇન વિતરણ માટેના શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ.૫માં બાંધકામ શ્રમિક તથા તેના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તથા શ્રમ સન્માન પોર્ટલ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકાશે તથા કરેલ અરજીનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે તેમ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read Also –

વર્તમાનમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ બાંધકામ શ્રમયોગીઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ-૨૦ યોજનાઓ કાર્યરત છે. જ્યારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કુલ-૧૪ યોજનાઓ કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા માટે શ્રમિકની બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી હોવી જરૂરી છે. જે નોંધણી કરાવ્યા બાદ તેમને ઓળખ સ્વરૂપે ઇ-નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. આ નોંધણી સ્વનોંધણી, સી.એસ.સી. સેન્ટર તથા ઇ ગ્રામ કેન્દ્રોના માધ્યમથી કરાવી શકાય છે.

શ્રમિક અન્નપુર્ણા યોજના
શ્રમિક અન્નપુર્ણા યોજના

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Facebook Page: Get Details
 Instagram PageGet Details

5 thoughts on “શ્રમિક અન્નપુર્ણા યોજના તથા સન્માન પોર્ટલ નો શુભારંભ |પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિકોને ભોજન મળશે”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો