પરિક્ષા પહેલી આ સુચના ખાસ વાંચી લેજો, ટેટ-૨ પરીક્ષા૨૦૨૨-૨૩ ઉમેદવાર માટેની સૂચનાઓ

Spread the love

TET 2 પરીક્ષા તા (23/4/2023) યોજાનાર છે, તો તમે ટેટ -2 પરીક્ષા ની સારી તૈયારી કરી હશે. તેથી પરીક્ષા આપતા પહેલા નીચે આપેલ તમામ સુચનાઓ ધ્યાન પૂર્વક વાંચી લેવી જેથી કરીને પરીક્ષા નાં દિવસે પરીક્ષાખડમાં ઉમેદવારને કોઈ તકલીફ નાં થાય.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

ટેટ-૨ પરીક્ષા૨૦૨૨-૨૩ ઉમેદવાર માટેની સૂચનાઓ



1) આ પરીક્ષામાં આપનો પ્રવેશ બોર્ડના TET-II પરીક્ષાના તા.૧૭/૧૦/૨૦૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ અને તેમાં તા.૨૧/૧૦/૨૦૨૨, તા.૧૩/૧૨/૨૦૨૨, તા.૧૮/૦૩/૨૦૨૩ અને તા.૩૧/૦૩/૨૦૧૩ના જાહેરનામાથી થયેલ સુધારા તેમજ તેને સંબંધીત સુચનાઓને આધારે આપે ઓન-લાઈન ભરેલ અરજીપત્રકમાંની વિગતોને અધિન રહીને આપવામાં આવે છે. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત,વય,જાતિ, જેન્ડર, કે અન્ય કોઇપણ માહિતી ભવિષ્યમાં કોઇપણ તબક્કે ખોટી ક્ષતિયુકત હોવાનું બોર્ડને જણાશે તો આપની ઉમેદવારી નિયમાનુસાર “રદ” થવાને પાત્ર ઠરશે.ટેટ-૨ પરીક્ષા૨૦૨૨-૨૩ ઉમેદવાર માટેની સૂચનાઓ


2) જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત પરિપૂર્ણ કરતાં ન હોય તો આ સુચના અન્વયે આપને આ પરીક્ષામાં નહીં બેસવા માટે સલાહ આપવામાં આવે છે.


3) પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલ લેટર-કમ-હાજરીપત્રક ઉપર પોતાનો ફોટો ચોંટાડી પરીક્ષાખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. અન્યથા, આ પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે નહીં. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો જ ફોટો હાજરી પત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે. હોલટીકીટ/પ્રવેશપત્રમાં ઉમેદવારે તમામ વિગતો ભરવાની રહેશે તથા સુપરવાઇઝરની સહી મેળવી લેવાની રહેશે.

આ પણ વાંચો :-


4) અંધ×લખી ન શકે તેવા દિવ્યાંગ ઉમેદવારોએ કે જેઓને લહીયાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ પોતે જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અથવા જે જિલ્લામાં પરીક્ષા કેંદ્ર ફાળવવામાં આવેલ છે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/ઝોનલ અધિકારીશ્રી કચેરી પૈકી કોઇ પણ એક કચેરી પાસેથી લહિયો મેળવવા પરીક્ષાના બે દિવસ પહેલાં લેખિતમાં ઉમેદવારે અરજી કરવાની રહેશે અને ઉમેદવારે ધોરણ-૧૦ પાસથી વધુ શિક્ષણ મેળવેલ ન હોય તેવા લહીયાની વ્યવસ્થા કરવાની રહેશે. લહીયો સાથે રાખવાની મંજુરી મેળવી લેવાની રહેશે. મંજુરી વગર લહિયાની સુવિધા મળી શકશે નહીં.


5) પરીક્ષાખંડમાં આપે આપની ઓળખ માટે- ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પૈકી એક સાથે રાખવાનું રહેશે. જે નિરીક્ષક (ઇન્વીજીલેટર) માંગે ત્યારે બતાવવાનું રહેશે


6) નિર્ધારીત પરીક્ષા સમય કરતાં ૧-૦૦ કલાક અગાઉ આપે પરીક્ષા સ્થળ પર અચૂક હાજર થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો સબંધિત જિલ્લા ના જે વિસ્તારમાં આવેલા છે ત્યા ઉમેદવારોએ નિર્ધારિત સમયે પહોંચવા માટે ટ્રાફીકની સમસ્યા ધ્યાને લઇ પોતાના નિવાસ સ્થાનેથી સમયસર નીકળવા સલાહ આપવામાં આવે છે. ઉમેદવારને પોતાના પરીક્ષા કેન્દ્રના નામ-સરનામા બાબતે કોઇપણ મુંઝવણ જણાય તો તેઓએ સંબંધિત જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.


7) પરીક્ષા સમયે મળેલ OMR માં તમામ વિગતો ઉમેદવારે ચિવટતા પૂર્વક ભરવાની રહેશે. ખોટી વિગતો અપુરતી વિગતો ભરેલ ઉમેદવાર માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે નિર્ણય લેવાય તે
બંધનકર્તા રહેશે જેની ખાસ નોંધ લેશો.


8) આ પરીક્ષા MCQ -OMR (મલ્ટીપલ ચોઇસ ક્વેશન-ઓપ્ટીકલ માર્ક રીડર) પધ્ધતિની રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્નના જવાબ સામેના માં બ્લૂ બ્લેક બોલપોઇન્ટ પેનથી સંપૂર્ણ ઘુંટીને દર્શાવવાના રહેશે. જવાબ સામે આપેલ વર્તુળ જો અધૂરું ઘૂંટવામાં આવશે તો તે જવાબ માન્ય ગણવામાં આવશે નહીં. ઉમેદવારે OMR માં આપેલ બબલમાં પેન્સિલ કે વાઇટનરથી ઘુંટીને ઘાટું કરેલ હશે તો જવાબ ખોટો ગણવાને પાત્ર થશે.


9) OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતાં પહેલાં તે અંગેની સૂચનાઓ અચૂકપણે વાંચવી, પ્રશ્નનો સૌથી વધુ યોગ્ય વિકલ્પ વાળો જવાબ ધ્યાને લેવાશે. OMR ઉત્તરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક તથા પ્રશ્નપુસ્તિકા કેટેગરી અંગ્રેજી અક્ષરમાં અને OMR પધ્ધતિમાં સૂચવ્યા મુજબ અચૂક દર્શાવાનો રહેશે. આ સિવાય અન્ય કોઇ લખાણ કે ઓળખ ચિહન કરવાં નહિં, અન્યથા ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્પ્યુટર ચકાસશે નહી; જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.પોતાના બેઠક નંબરનું OMR છે કે કેમ તે અચુક ચકાસવું.


10) OMR પધ્ધતિથી ઉત્તરપત્રોના મૂલ્યાંકન માટે આપના સાચા-ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક, અધૂરું ઘૂંટેલ વર્તુળ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લઇને ખોટા, છેકછાકવાળા, અધુરું ઘૂંટેલ વર્તુળ, એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણ મળવાપાત્ર રહેશે નહીં.


11) પ્રશ્નપેપરમાં કોઇપણ પ્રશ્નાના વિકલ્પ સામે કોઇપણ પ્રકારની નિશાની કરવી નહીં. જો આ પ્રકારની નિશાની માલુમ પડશે તો તેને ગેરરીતિનો કેસ ગણવામાં આવશે. અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની પ્રશ્નની વિસંગતતા માટે ગુજરાતી માધ્યમનું પ્રશ્નપત્ર ધ્યાને લેવું.


12) મોબાઇલ, ડીજીટલ સ્માર્ટ ઘડિયાળ, હેડ ફોન, કેલ્ક્યુલેટર, બ્યુટુથ ડીવાઇઝ, અન્ય ડીઝીટલ કેમેરા ડીવાઇઝ વગેરે સાધનો સાથે લાવવા પર પ્રતિબંધ છે. તેમજ બીન-અધિકૃત પુસ્તકો, કાગળો, સાહિત્ય વગેરે સાથે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો એ સાથે રાખવા બદલ આપ આપોઆપ ગેરલાયક ઠરશો તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. આ સૂચનાનો ભંગ કરનાર ઉમેદવાર શિસ્તભંગનાં પગલાંને પાત્ર ઠરશે.

13) ઉમેદવારો પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકશે નહીં. કોઈ ખાસ સંજોગોમાં પણ સ્થળ પર હાજર સરકારી પ્રતિનિધિની મંજુરી સિવાય આ ટુંકા સમયમાં ઉમેદવારને વર્ગખંડની બહાર જવા દેવામાં આવશે નહી.
14 ) OMR Sheet માં ઉમેદવારની સહી ફરજીયાત છે. ઉમેદવારે ઉત્તરપત્રમાં નિયત જગાએ પોતાની સહી તેમજ ખંડ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ની સહી કરેલ/કરાવેલ નહીં હોય તો તેવા ઉમેદવારનું ઉત્તરપત્ર (OMR Sheet ) બોર્ડ દ્વારા રદ કરવામાં આવશે. તેથી OMR Sheet ખંડ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ને સુપ્રત કરતાં પહેલાં ઉકત વિગતો અવશ્ય ચકાસી લેવી.


15) ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરીપત્રકનું અડધિયુ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી ઉત્તરપત્ર (OMR Sheet),પરીક્ષા ખંડના નિરીક્ષક (ઇન્વીજીલેટર) શ્રીને પરત સોંપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે. તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવાર પ્રવેશપત્રનો ઉપરનો અડધો ભાગ તેમજ પદ્મપત્ર પોતાની પાસે રાખી શકશે.


16) આ પરીક્ષાનો સમય સળંગ બે કલાક (૧૨૦ મિનિટ) રહેશે. પ્રશ્નપત્રમાં કુલ-૧૫૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન- ૧ ગુણનો રહેશે. દરેક પ્રશ્નના જવાબ માટે આપવામાં આવેલ કુલ-૪ વિકલ્પો પૈકી આપે સાચો વિકલ્પ પસંદ કરીને તેના પર ઉપર વર્ણવ્યા મુજબ ધૂંટીને દર્શાવવાનો રહેશે. આ પરીક્ષામાં માઇનસ ગુણ પદ્ધતિ નથી.


17) આ પરીક્ષાના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર-કી પરીક્ષાની તારીખ બાદ બોર્ડની વેબ સાઇટ https://sebexam.org પર મુકવામાં આવશે. જે આપે જોઇ લેવાની રહેશે.


18) કોલ લેટરમાંની આ સૂચનાઓ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પરની વખતો વખતની સૂચનાઓ પણ અચૂકપણે વાંચવી અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


19) ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહીં. તેમ જ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહીં.


20) વિશેષ સુચના ઉમેદવારોને લાંચ રૂશ્વત/ લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે. આવી કોઇ અસામાજિક પ્રવૃતિ છેતરપિંડી આપના
ધ્યાનમાં આવે તો તુરત જ બોર્ડને અથવા નજીકના પોલિસ સ્ટેશનમા તે બાબતે માહિતી આપવા વિનંતી છે. નોંધ:- THE GUJARAT PUBLIC EXAMINATION (PREVENTION OF UNFAIR MEANS) BILL, 2023. આ કાયદાની જોગવાઇઓ નિયમનુસાર લાગુ પડશે. જેની ખાસ નોંધ લેશો.


21) ચેતવણી: બોર્ડ દ્વારા યોજાઇ રહેલી આ પરીક્ષાની પ્રક્રિયામાં આપ કે આપના વતી અન્ય ત્રાહિત વ્યક્તિ દ્વારા બોર્ડ ઉપર અથવા બોર્ડના અધિકારીશ્રીઓ કે કર્મચારીશ્રીઓ ઉપર કોઇપણ જાતની ભલામણ, લાગવગ દબાણ લાવવાના પ્રયાસ કરાશે તો તેવા ઉમેદવારને બાર્ડ દ્વારા ગેરલાયક ઠરાવી શિક્ષાત્મક કાવ્યવાણ કરાશે.


22) ઉમેદવાર નકલ કરતા ગેરરીતી / ગેરશિસ્ત આચરતા જણાશે તો,ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત,ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત, CCTV ચકાસણીમાં પણ ગેરરીતી જોવા મળશે તો ફોજદારી પગલાં સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.


23) ઉમેદવારે પરીક્ષા ખંડમાં તેમને આપવામાં આવતી સુચનાઓનું અચૂકપણે પાલન કરવાનું રહેશે.


24) ઉમેદવાર પીવાના પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકશે. પરીક્ષા કેંદ્ર પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.


25) પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં ઉમેદવારો સિવાય તેઓના સગા સંબંધીઓને પ્રવેશવા દેવામાં આવશે નહિ.
26) રાજ્ય સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ આરોગ્ય લક્ષી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


27) ભાષાના ઉમેદવારો માટે : પ્રશ્ન ક્રમાંક 136 થી 150 માં 15 પ્રશ્નો સંસ્કૃત, મરાઠી અને ઉર્દુ ભાષાના છે. ઉમેદવારે સંસ્કૃત, મરાઠી કે ઉર્દુ પૈકી એક ભાષા પસંદ કરી ઉત્તર આપવાના છે. આ ભાષા OMR ના પ્રથમ પાને આપેલ વૈકલ્પિક વિષયમાં લખી નીચે યોગ્ય વર્તુળ(કુંડાળુ) ઘુંટવાનું રહેશે. જો આ ત્રણ ભાષા પૈકી લાગુ પડતુ કોઈપણ એક ભાષાનું વર્તુળ(કુંડાળુ) ઘુંટેલ નહીં હોય તો પ્રશ્ન 136 થી 150 ના 15 ગુણ પૈકી શૂન્ય મળવાપાત્ર થશે.


28) TET-II પરીક્ષા માટેના અત્રેની કચેરીના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાના પેજ નં.૮ના બીજા બુલેટ પોઈન્ટ મુજબ ઉમેદવાર દ્વારા ફોર્મ કન્ફર્મ કરી દીધા પછી અરજી પત્રકમાં કોઈપણ સુધારો કરી શકાતો નથી. જેથી અત્રેથી કોઈ સુધારો કરવાનો રહેતો નથી જે ધ્યાને લેવા વિનંતી.


Spread the love

Leave a Comment