મોદી સરકારનો મોટો નિર્ણય: 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી,

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત  આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે આથી નિર્દેશ આપ્યો છે કે તમામ ટિકિટવાળા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો / પુરાતત્વીય સ્થળો અને અવશેષો પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.

લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો

આગામી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે અને આ માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મેદીએ પોતાના કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને ત્રિરંગો ઉત્સા અને દરેક ઘરમાં સામેલ થવા અપીલ કરી છે.

ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

5 થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો વગર ટિકિટે જોઈ શકાશે તાજમહેલ, કુતુબ મિનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે