દ્રૌપદી મુર્મુની જીતની સાથે જ બની ગયા 5 રેકૉર્ડ

પહેલો રેકોર્ડ : દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા નેતા બન્યા છે

બીજો રેકોર્ડ: દ્રૌપદી મુર્મુ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા કે જેઓ આઝાદી પછી દેશમાં જન્મ્યા હતા.

ત્રીજો રેકોર્ડઃ સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો ખિતાબ પણ મુર્મુને ગયો છે.

ચોથો રેકોર્ડઃ ભારતમાં એક સમયે કાઉન્સિલર રહી ચૂકેલા વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા તેવો આ પ્રથમ પ્રસંગ બન્યો છે.

પાંચમો રેકોર્ડ:  દ્રૌપદી મુર્મુની જીત સાથે ઓડિશાનું નામ પણ તે રાજ્યોમાં સામેલ થઈ ગયું જેના લોકો દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યા છે.

અત્યાર સુધી રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠેલા લોકોમાંથી 7 દક્ષિણ ભારતના છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ બિહારના હતા.