WhatsApp થી હવે ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ, : સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે કોઈ પણ વ્યક્તિ જરૂર પડ્યે WhatsApp દ્વારા Digilockerમાં સેવ કરેલ PAN કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરી શકશે અને ડાઉનલોડ કરી શકશે. આ સુવિધા સામાન્ય લોકો માટે ઘણી સુવિધાજનક સાબિત થઈ શકે છે.
જાણો શું છે તેનો હેતુ
સરકારી સેવાઓ સુલભ, સમાવેશી અને પારદર્શક બનાવવાના ધ્યેય સાથે સરકારે આ પહેલ કરી છે. આ પહેલ હેઠળ, કોઈપણ નાગરિક WhatsApp પર MyGov Helpdesk દ્વારા Digilockerમાં સાચવેલા દસ્તાવેજોને ઍક્સેસ અને ડાઉનલોડ કરી શકે છે.
Read Also-
મફત પ્લોટ યોજના 2022 | મફત પ્લોટ પ્લાન ફોર્મ 2022
જાણો શું છે Digilocker Digilocker
એ વિવિધ દસ્તાવેજો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરે છે. PIB અનુસાર, નવી સેવાઓ હેઠળ, રહેવાસીઓ આ દસ્તાવેજોને સરળતાથી ઍક્સેસ કરી શકે છે:
- પાન કાર્ડ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- CBSE ધોરણ 10ની માર્કશીટ
- વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
- વીમા પોલિસી – ટુ વ્હીલર
- CBSC ધોરણ 12ની માર્કશીટ
- 12મા ધોરણની માર્કશીટ
- વીમા પૉલિસી દસ્તાવેજો
પીઆઈબીએ ટ્વિટ કરીને આપી માહિતી
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ ટ્વિટ કર્યું છે કે, ‘નાગરિકો હવે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ઍક્સેસ કરી શકે છે. લોકો @mygovindia Helpdesk દ્વારા WhatsApp પર Digilocker સંબંધિત સેવાઓને ઍક્સેસ કરી શકે છે’
આ રીતે મેળવી શકશો આ સુવિધા
WhatsApp નો ઉપયોગ કરતા લોકો WhatsApp નંબર +91 9013151515 પર ‘નમસ્તે અથવા Hi અથવા Digilocker’ મોકલી શકે છે. આ પછી તેઓ ડિજીલોકરની સેવાઓનો ઉપયોગ કરી શકશે. આના દ્વારા, DigiLocker અકાઉન્ટ સેટઅપ અથવા વેરિફાઈ કરી શકાય છે. એટલું જ નહીં, વોટ્સએપ પર પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરી શકાય છે.

6 thoughts on “WhatsApp થી હવે ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ,”